રવિવાર, 6 નવેમ્બર, 2011


Vautha Fair

સહેજ નજર
જુદા જુદા રંગોથી રંગેલા હજારો ગધેડાઓ તેમજ સેંકડો ઊંટો સહિતનાં પ્રાણીઓને ગુજરાતના આ અનોખ પશુ મેળામાં લાવવામાં આવે છે, જયાં તેમનું ખરીદ-વેચાણ કરવામાં આવે છે. આ સંગમ તીર્થના મેદાનમાં મોટો મેળો ભરાય છે. લોકો મોટા ભાગે ટ્રેકટર, બસ, છકડા, ઊંટગાડી, જીપ કે બીજા વાહવવ્યવહારનાં સાધનો થકી અહીં આવે છે. અલ્હાબાદ જેવો જ નદીઓનો પવિત્ર સંગમ અહીં આવેલો છે. ઘણા સમુદાયો તો આ મેળાને દિવાળીના તહેવાર કરતાં પણ મહત્ત્વપૂર્ણ પ્રસંગ ગણે છે. અહીં સાત નદીઓનો સંગમ થાય છે. વાત્રક નદી મેશ્વો, હાથમતી, શેઢી, માઝુમ અને ખારી સાથે મળે છે, આગળ તે સાબરમતી નદીને પણ મળે છે. આમ સાત નદીના સંગમને સ્થાનિક વિસ્તારમાં સપ્તસંગમ તરીકે ઓળખવામાં આવે છે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી એવો ધારો પડી ગયો છે કે નદીના કાંઠે તંબુઓ બાંધવામાં આવે છે, જેમાં લોકો રાત ગાળે છે. આશરે ૨૦૦૦ તંબુઓમાં ૨૫૦૦૦ લોકો રહે છે. આ તંબુઓ ત્રણ ચોરસ માઈલમાં પથરાયેલાં હોય છે. નજીકનાં ગામડાંઓનાં સેંકડો પરિવારો પોતાના ઘરે તાળાં મારીને પાંચ દિવસ માટે મેળો માણે છે. રોજ રોજ તેઓ અલગ અલગ મીઠાઇ રાંધે છે, છેલ્લા દિવસે મોટા ભાગે લાડું બનાવવામાં આવે છે. જોકે, સમગ્ર ઉત્સવમાં ખીચુ અને કચરિયું સૌથી લોકપ્રિય ભોજન છે.

આ એક વેપારી મેળો હોવાથી અહીં ભારે હલચલ જોવા મળતી હોય છે. હસ્તકલાથી માંડીને ખાણીપીણીના સ્ટોલ જોવા મળતા હોય છે, ફેરિયાઓ અને વેપારીઓ પરચુરણ વસ્તુથી માંડીને યંત્રો સુધીની ચીજવસ્તુઓ વેચતા હોય છે. સાંજે શ્રદ્ધાળુઓ દ્વારા નદીમાં નાના નાના દીવાઓ તરતા મૂકવામાં આવે છે. ટમટમતા દીવાઓનું નૃત્ય સમગ્ર વાતાવરણને આસ્થાભર્યું અને સુંદર બનાવી દે છે.
 
   

 

ક્યારે
હિન્દુ પંચાંગ પ્રમાણે કાર્તિક પૂર્ણિમાને દિવસે, જયારે કારતક માસમાં ચંદ્ર પૂર્ણકળાએ ખીલે છે એ પૂનમના રોજ ભરાય છે. મોટા ભાગે તે નવેમ્બર મહિનામાં ભરાતો હોય છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે.

કયા સ્થળે
વૌંઠાનો મેળોનો મેળો દર વર્ષે વૌંઠા ગામે, જયાં સાબરમતી અને વાત્રક નદીનો સંગમ થાય છે ત્યાં યોજાય છે. અહીંથી માત્ર ૨૬ કિલોમીટર દૂર આવેલું ધોળકા ગામ મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે જાણીતું હોવાની માન્યતા છે, જયાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન એક વર્ષ રોકાયા હોવાનો ઉલ્લેખ છે.

કોણ આવે છે
વૌંઠા માંડ બે હજારની વસ્તી ધરાવતું નાનું ગામ છે. જોકે, મેળાના પાંચ દિવસોમાં આ ગામમાં પાંચ લાખ કરતાં વધારે લોકો એકઠા થાય છે. આ મેળો ખાસ કરીને જાઠ વણઝારા તેમજ વિચરતી જાતિના સમુદાયોને વધારે આકર્ષે છે. અમદાવાદ જિલ્લાના ભાલ અને નળકાંઠાનાં ખેતી પર આધારિત ગામડાંઓના લોકો તેમજ ખેડા જિલ્લાના ચરોતર વિસ્તારના લોકો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે. આ તહેવાર અને મેળો આમ તો હિન્દુઓનો જ હોવા છતાં હવે તો મુસ્લિમ લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે, એ દૃશ્ય ખરેખર જોવાલાયક હોય છે.

 
 
રસપ્રદ હકીકતો
કાર્તિક પૂર્ણિમાની રાતે કરવામાં આવતું પવિત્ર સ્નાન આ મેળાનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. આ દિવસે પવિત્ર સ્નાન કરવાથી બધા પાપો ધોવાઇ જતા હોવાનું માનવામાં આવે છે.

 
 
ઈતિહાસ
ભગવાન શિવનો મોટો પુત્ર કાર્તિકેય પૃથ્વીનું પરિભ્રમણ કરતાં કરતાં કાર્તિક માસની પૂનમના દિવસે અહીં આવ્યા હોય છે અને નદીઓના આ સંગમ પર તેમણે પૂજાવિધિ કરી હોવાની દંતકથા સાંભળવા મળે છે. તેમનાં પગલાંની પૂજા આજે પણ કરવામાં આવે છે. નજીકમાં આવેલું ધોળકા મહાભારતમાં વિરાટનગર તરીકે ઉલ્લેખિત નગર હોવાનું મનાય છે, જયાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન એક વર્ષ ગાળ્યું હતું.

 
નજીકનું સ્થાન
અમદાવાદ (૫૦ કિલોમીટર), ધોળકા (૨૬ કિલોમીટર) ઉપરાંત લોથલ અને નળસરોવર પણ બાજુમાં આવેલાં છે.

 
આવતા પાંચ વર્ષનું કેલેન્ડર
૨૧થી ૨૨મી નવેમ્બર, ૨૦૧૦ (રવિવાર, સોમવાર)
૧૦થી ૧૧મી નવેમ્બર, ૨૦૧૧ (ગુરુવાર, શુક્રવાર)
૨૮થી ૨૯મી નવેમ્બર, ૨૦૧૨ (બુધવાર, ગુરુવાર)
૧૭થી ૧૮મી નવેમ્બર, ૨૦૧૩ (રવિવાર, સોમવાર)
૦૬થી ૦૭મી નવેમ્બર, ૨૦૧૪ (ગુરુવાર, શુક્રવાર)

પેજ છેલ્લે અપડેટ કરવામાં આવ્યું હતું22 Jan 2011    
 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો