રવિવાર, 6 નવેમ્બર, 2011

swarnimgujarat


wel-come      સ‍વર્ણિમ ગુજરાતમાં આપનું સ્‍વાગત છે
સંકલ્પની શક્તિ ને ક્યારેય ઓછી ના આંકી શકાય. સંકલ્પ કદાચ ગમે એટલો નાનો હોય શકે, પણ સંગઠિત શક્તિ અસાધરણ હોય છે. જરા વિચારો, જો દરેક ગુજરાતી એક ડગલું આગળ વધવા માટે સંકલ્પ કરે તો સાડા પાંચ કરોડ ગુજરાતીઓના સંકલ્પ ગુજરાત ને સાડા પાંચ કરોડ ડગલા આગળ લઇ જશે અને ગુજરાત એવા સ્તર પર કૂચ કરશે કે જ્યાં વિશ્વ માં કોઇપણ તેને રોકી નહીં શકે.

આવો ગુજરાતને સ્‍વર્ણિમ ગુજરાત બનાવવા માટે જોડાઓ. સ્‍વર્ણિમ ગુજરાત માટે સંકલ્પ કરો

ભરૂચ જીલ્લાનો ઈતિહાસ


ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનાં કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔઘોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને અડીને આવોલે છે. જિલ્લામાંથી નર્મદા નદી  પસાર થતી હોવાથી હરિયાળો પ્રદેશ જોવા મળે છે. ભરૂચ જિલ્લો વનો અને નદીના કિનારાની આચ્છાદિત અને રમણીય ભૂમિના કારણે સુંદર લાગે છે. જિલ્લાનો ઈતિહાસ પ્રાચીન કાળથી તેની આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે, જેમાં મહાભારતના સમયે જિલ્લાના ઝઘડિયા અને વાલિયાના વન અને પર્વતીય વિસ્તારોમાં પાંડવોએ વનવાસ દરમ્યાન કેટલોક સમય ગાળ્યો હતો, તેવું પ્રાચીન શાસ્ત્રોમાં સમર્થન મળે છે. ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચ જિલ્લાનું આગવું સ્થાન છે. ભરૂચનો પ્રદેશ છે. જિલ્લાને પાવન કરતી આપણા દેશની સાત મોટી નદીઓમાંની એક ગણાતી  પુણ્ય સલીલા નર્મદાના તટ પર આ જિલ્લામાં જેટલાં તીર્થ અને મંદિરો છે, એટલાં ગુજરાતભરમાં કયાંય નથી.
દુનિયાની વિરાટ યોજના પૈકીની સરદાર સરોવર બંધ યોજનાને લીધે ગુજરાતની જીવાદોરી ગણાતી આ બહુલક્ષી યોજનાને લીધે ગુજરાતની જીવાદોરી ગણાતી આ બહુલક્ષી યોજના પ્રર્ણ થશે ત્યારે એ સમગ્ર ગુજરાતની કાયાપલટ કરી શકશે અને દુષ્કાળના ઓળા નીચે જીવતી ભૂખી-તરસી ગુજરાતની ભૂમિ અને જીવસૃષ્ટિ માટે સંજીવની બની રહેશે. ર,૬૦૦ હેકટરમાં પથરાયેલી અંકલેશ્વરની ઉઘોગ વસાહત ગુજરાત આ પ્રકારની સૌથી મોટી વસાહત ગણાય છે. સમગ્ર એશિયામાં એ અગગણ્ય બની રહી છે. પૌરાણિક પરંપરા પ્રમાણે ભરૂચના આ પ્રાચીન પ્રદેશને ભૃગુઓ સાથે સાંકળવામાં આવે છે. ઈ.સ. પૂર્વે પાંચમા સૈકામાં લખાયેલ જાતકોમાં અને ત્યારબાદ મહાભારતના સભા પર્વમાં ભૃગુ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. નર્મદાના બ્રાહમણો એમના પાંડિત્ય માટે પર પ્રાન્તોમાં પણ પ્રખ્યાત હતા. પુરાણ-પ્રસિઘ્ધ શુકલતીર્થના અગ્નિહોત્રી અને સામવેદી વિઘ્વાન બ્રાહમણોના કીર્તિ ઘ્વજ ઉત્તર ભારતમાં છેક કાશી સુધી લહેરાતા હતા. ઈ.સ. ની પહેલી સદીમાં બારીગાઝા તરીકે ભરૂચ બંદરનો ઉલ્લેખ છે. સમૃઘ્ધ અને સશકત એવું ભરૂચનું આ બંદર છેક ૧૬ મા સૈકા સુધી ગુજરાતનું મહત્વનું બંદર હતું. આરબ વેપારીઓ ભરૂચ મારફત ગુજરાતમા આવતા અને વેપાર કરતાં. અગ્રેજો, વલંદાઓ વગેરેએ ભરૂચનું મહત્વ સ્વીકારી અહીં પોતાની વેપારી કોઠીઓ પણ સ્થાપી હતી. સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં એ બબ્બે વાર લૂંટાયું અને લૂંટાયા પછી તરત ઊભું થયું. ""ભાંગ્યુ ભાંગ્યું તોય ભરૂચ'' નામની કહેવત સર્જી ગયું. શિક્ષણ અને સંસ્કૃતિમાં પણ આ જિલ્લો મોખરે રહયો છે. વર્ષો પૂર્વે સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પંડિત ઓમકારનાથ ઠાકુરથી ભરૂચ ઊજળું છે, તો સાહિત્ય ક્ષેત્રે ડો. કનૈયાલાલ મુનશી અને સુંદરમ જેવા સાહિત્ય સ્વામીઓએ ભરૂચને અનોખું ગૌરવ બક્ષ્યું છે. ભરૂચમાં વર્ષાઋતુમાં ઉજવાતો મેધરાજાનો ઉત્સવ સમગ્ર ભારતમાં અજોડ ગણાય છે. પ્રાચીન કૃષિ સંસ્કૃતિનો મહિમા ગાતો આ ઉત્સવ દેશભરમાં અહીં જ ઊજવાય છે. નર્મદા નદીના ઉત્તર કાંઠાનો પશ્ચિમ ભાગ"ભારૂકચ્છ'' પ્રદેશ તરીકે ઓળખાતો. એનું વડું મથક ભરૂ કચ્છ (ભરૂચ) તરીકે ઓળખાતું, આગળ જતાં ભૃગુઓ (ભાર્ગવો) ના વસવાટના વર્ચસ્વને લીધે આ નામ "ભૃગુ કચ્છ'' પરિવર્તન પામ્યું. નર્મદા-સાગર સંગમના સામીપ્યને લીધે ભૃગુપુર, ભૃગુતીર્થ તરીકે મહિમા ધરાવે છે, તેમજ ભૃગુ ઋષિના બે પુત્રો હતા, ઉશનસ અને ચ્યવન એ પૌરાણિક અનુશ્રુતિના આધારે ઈતિહાસમાં ઉલ્લેખ કરાયો છે. સિંહલની રાજકુમારી સુદર્શનાએ ભૃગુ કચ્છમાં સંપ્રતિના શાસન દરમ્યાન (ઈ.સ. પૂર્વે રર૯-રર૦) શકુનિકા વિહાર બંધાવેલો હતો અને ભરૂચનો વેપારી રાજકુમારીનાં જાતિ સ્મરણ માટે નિમિત્ત બન્યો હતો, જે લાટ અને સિલોનના વેપારી સંબંધો સૂચવે છે. ગુજરાતના પ્રાગ-મૌર્ય કાળ દરમ્યાન ઈ.સ. પપ૦ માં ઉજજયિનીનો રાજા પ્રધોત મહાવીર ભૃગુ કચછ પર શાસન કરતો હતો. એ ગૌતમ બુઘ્ધનો સમકાલીન હતો. મૌર્ય કાલ ઈ.સ. પૂર્વે ૩૩ર- ૧૮પ સમય ગાળો હતો. અનુમૌર્ય કાલનો સમય ઈ.સ. પૂર્વે ૧૮પ ઈ.સ. ર૩ નો ઉલ્લેખ કરાયો છે.  ઈ. સ. ૭૦-૮૦ ના દાયકામાં ગ્રીક લખાણવાળા સિકકા ભરૂચમાં આ સમય દરમ્યાન પ્રચલિત હતા. જૈન આચાર્ય આર્ય ખપ્રટ (ઈ.સ. પ્ર. ૧લી સદી) નું પ્રવૃત્તિ ક્ષેત્ર ભરૂચની આસપાસના પ્રદેશોમાં હતું. એમણે ભરૂચમાં ""અશ્ચાવબોધ'' તીર્થ બૌઘ્ધોનાં કબજામાંથી છોડાવ્યું હતું.
સંલગ્ન ફોટો
.

કડાણા
મહીસાગર નદીના કિનારા ઉપર આવેલું કડાણા એ ભૂતકાળમાં ૧૩મા સૈકાનું રજવાડાનું દરજજો ધરાવતું નગર ગણાય છે. જે ૧ લી એપ્રિલ, ૧૯૪૪ ના રોજ સંતરામપુર રાજયમાં ભળી ગયું હતું.
સંતરામપુરથી ૧૯ કિ.મી.દૂર આવેલ આ કડાણા ખાતે મહી નદી ઉપર રૂ.૧૭.૯૧ કરોડના ખર્ચે કડાણા સિંચાઇ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી સંગ્રહિત ૫૫૦૦ કયુબિક ફૂટ પાણી આજુબાજુના વિસ્તારની જમીનને સિંચાઇ સુવિધા પુરી પાડવામાં આવે છે.
કડાણા ગામની ઉત્તર દિશામાં પથ્થરની ખાંભી આવેલી છે. આ ખાંભી ૧૮૫૭ માં થયેલ વિપ્લવમાં મૃત્યુ પામેલાની યાદમાં બંધાયેલ હોવાનું મનાય છે. આ કડાણા ડેમની નજીક મહી નદીના સામેના કિનારે ટેકરી ઉપર નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહી મહા સુદ ચૌદશથી મહા વદ-પડવા સુધી મઠકોટલાનો પીતર મેળો ભરાય છે. આ ટેકરી વિસ્તારમાં ભમરેશ્વરી નામે જાણીતી ૮૦ કિ.મી.લાંબી ભૂગર્ભ ખીણ આવેલી છે.
સંલગ્ન ફોટો




સ્‍વર્ણિમ ગુજરાત વિષે     


૧ લી મે ૧૯૬૦ ના રોજ સૂરજનું પ્રથમ કિરણ જમીન પર પડતાં ગુજરાતે નવા યુગની શરૂઆત કરી આ યુગ હતો આત્‍મવિશ્વાસનો અને ગુજરાત તથા ગુજરાતીઓએ વર્ષો સુધી જાણ્યું તેનું વલણ દુનિયા સમક્ષ સાબિત કરવાનું હતું. તેને ગુજરાતના ઇતિહાસમાં જળસ્રાવ સાબિત કરવા હતા.

શ્રી જીવરાજ મહેતા અગાઉનાં વર્ષોમાં સંધર્ષ હતા, રાજય રચનાનો સંધર્ષ હતો. પ્રતિકૂળતાઓનું લાભમાં રૂપાંતર કરવાની ક્ષમતાવાળા નાના ભૌગોલિક એકમો માટે આનંદ હતો. મહા ગુજરાત આંદોલનની ઇંદુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા, હરિહર ખંભોળજા અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા દ્રષ્‍ટિવાન નેતાઓએ નેતાગીરી લીધી હતી. આ ઝુંબેશનાં મૂળ વહીવટી બાબતો માટે વારંવાર મુંબઇ પ્રવાસ ખેડવાની ગુજરાતની અંદરના પ્રદેશની મુશ્‍કેલીઓમાં રહેલું હતુ. ભારત સરકારે દક્ષિણ ભારતમાં વહીવટી હેતુઓ માટે ભાષાના ધોરણે અલગ એકમો કરી દીધાં હોવાથી, ગુજરાતીઓના આ ઇચ્‍છા વાજબી હતી. ચાર વર્ષના લાંબા સંધર્ષ પછી ભારત સરકારે ર્ડા.જીવરાજ મહેતાની નેતાગીરી હેઠળ ગુજરાતની પ્રથમ સરકારનો સોગંદવિધિ ૧ લી મે ૧૯૬૦ ના રોજ કરાવવાની સંમતિ આપી હતી. હોદ્દાની સોગંદ પંડિત રવિશંકર મહારાજે ગાંધી આશ્રમમાં લેવડાવ્‍યા હતા. તેથી ’’સિંહના પંજા’’ જેવી કુદરતી ભૌગોલિક રચના ધરાવતું ગુજરાત રાજય અસ્‍તિત્‍વમાં આવ્‍યું.

પ્રાચિન કાળથી ગુજરાત અને ગુજરાતીઓ તેમના નેતાગીરી, સાહસ કૌશલ, જોખમ લેવાની શકિત અને તક શોધવા દૂરના પ્રદેશોમાં પહોંચવાની ઇચ્‍છા માટે જાણીતા છે લોથલ અને ધોળાવીરાના વેપાર બંદરોના દિવસથી ગુજરાતીઓએ દુનિયાના જુદા જુદા ભાગમાં જઇને તેમનાં સામ્રાજય સ્‍થાપ્‍યાં છે. પછી ભલે તે આફ્રિકાની ખાણ હોય, અમેરિકા સાથે વેપાર હોય કે એન્‍ટવર્યના હીરા હોય ગુજરાતીઓએ પોતાની છાપ દરેક જગ્‍યાએ છોડી છે.

દાંડી કૂચ કત વેપાર અને સાહસમાં ગુજરાતે નેતાગીરી લીધી છે એવું નથી. આ ભૂમિમાં અહિંસાના પૂજારી મહાત્‍મા ગાંધીનો જન્‍મ થયો. તેમણે તેમના અહિંસાના શસ્‍ત્રથી સમગ્ર દેશમાં સામાજિક સુધારા અને રાજકિય સંધર્ષના તેમના તત્‍વજ્ઞાનની નવી દિશાનો પ્રારંભ કર્યો. આ જમીનમાં સરદાર પટેલ, શ્‍યામજી કિશન વર્મા, મોરારજી દેસાઇ, ર્ડા.વિક્રમ સારાભાઇ, શ્રી ત્રિભોવનદાસ, દાદાભાઇ નવરોજી, ધીરૂભાઇ અંબાણી, કવિ નર્મદ, સરદલા તાઇ, ઝવેરચંદ મેધાણી અને ઠકકરબાપા જેવા નેતાઓને જન્‍મ આપ્‍યો.

નવું રાજય બનતાં ગુજરાતે કદી પાછું વળીને જોયું નથી અને ઘણા સીમાસ્‍થંભ સર કર્યા છે અને બીજા રાજયોને અનુસરવા માર્ગ કંડાર્યા છે. ઘણાં ક્ષેત્રોમાં સફળતા સાંપડી છે. ગુજરાતમાં દરેક કુટુંબને ચોવીસેય કલાક વીજળી પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા અને નદીઓનું આંતર જોડાણ કરીને નર્મદાનાં પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીને દરેક ગામને તેમના પીવાના પાણીની જરૂરિયાત માટે આત્‍મનિર્ભર બનાવીને કૃષિ સેકટરમાં ઉત્‍પાદકતા વધારવા અને ગામડા અને ખેડૂતોને સરહકારી મંડળીઓ મારફત સમૃદ્ધ બનાવવા બે હરિયાળી ક્રાંતિ મારફત અને સ્‍ત્રીઓના સશકિતકરણ માટે શ્વેતક્રાંતિ કરીને ગ્રામીણ ગુજરાતને મજબૂત કરોડરજ્જુ પૂરી પાડી છે. સરદાર સરોવર યોજના

ઉદ્યોગો અમદાવાદમાં વાઇબ્રન્‍ટ ગુજરાત વૈશ્વિક મૂડી-રોકાણકારના શિખર સંમેલન દરમિયાન ૧રમી-૧૩ મી જાન્‍યુઆરી ર૦૦૯ ના રોજ ભારતના વેપારી સમુદાયે વિદેશના બીજા મૂડી રોકાણકારો સાથે જોડાઇને ૮પ૦૦ ઉપરાંત પરિયોજનાઓ માટે રૂ.૧ર,૦૦,૦૦૦ કરોડ (અમેરિકન ડોલર ર૪૦૦૦ અબજ) નું મૂડી રોકાણ કરવાની તેમની ઇચ્‍છા વ્‍યકત કરતા સમજૂતી યાદી પર સહી કરી. રાજયને તેના પૂર્વ સક્રિય અભિગમથી ખાસ આર્થિક ઝોન સ્‍થાપવામાં નેતાગીરી સ્‍થાપિત કરીને અને ખાસ મૂડીરોકાણ પ્રદેશો વિકસાવવા પર ભાર મૂકીને એક ડગલું આગળ ભર્યુ.

સામાજિક સેકટરમાં વ્‍યૂહાત્‍મક હસ્‍તક્ષેસામાજિક સેકટરમાં વ્‍યૂહાત્‍મક હસ્‍તક્ષેપ કરીને, રાજયે સામાજિક-આર્થિક મોરચે ઘણી પ્રગતિ સાધી છે. આઇ.આઇ.એમ., એન.આઇ.ડી., એન.આઇ.એફ.ટી., સી.ઇ.પી.ટી., આઇ.આઇ.ટી., ન્‍યાયસહાયક યુનિવર્સિટી, ઉચ્‍ચતર અભ્‍યાસ માટે દિનદયાળ ઉપાધ્‍યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવા સ્‍વરૂપમાં ઉત્‍કૃષ્‍ટ કેન્‍દ્રો તથા ’’શાળા પ્રવેશ-નોંધણી કાર્યક્રમ’’ અને ’’કન્‍યા શિક્ષણ કાર્યક્રમ’’ ના એકત્રિત પગલાંએ પ્રારંભિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્‍ચતર શિક્ષણ સુધી બધાં માટે ગુણવત્તાસભર શિક્ષણના સિદ્ધાંતને વેગ આપ્‍યો છે. શૈક્ષણિક સંસ્થાઓ

ગુજરાતને તબીબી પ્રવાસન માટે ગુજરાતની તાજેતરની માન્‍યતા સધન પ્રયાસો બાદ મળી છે. રાજયે તેના ’’જનની સુરક્ષા યોજના’’ અને ’’ચિરંજીવી યોજના’’ મારફત સામૂહિક આરોગ્‍ય સંભાળમાં હરણફાળ ભરી છે.
રાજયે તેની સમૃદ્ધ સંસ્‍કૃતિ, અગાધ વારસા અને રંગીન તેજસ્‍વિતાથી દરેક વ્‍યકિત તેની સામે દબદબા અને માનથી જુએ છે. ગુજરાતને તેની રચનાનાં પ૦ વર્ષ પૂરાં થતાં હોવાથી રાજય તેની સુવર્ણ જયંતિ ઉજવે છે. આ ઉજવણી જૂની સિદ્ધિઓ એટલે ગુજરાતે આ વર્ષો દરમ્‍યાન જે ભવ્‍ય પ્રવાસ કર્યો અને જુદાં જુદાં સેકટરમાં સીમાચિહન પ્રાપ્ત કર્યા તે ઉપરાંત – બહેતર ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, જેમાં દરેક ગુજરાતી શિક્ષિત અને તંદુરસ્‍ત હોય તેવા ગુજરાતની, સ્‍વચ્‍છ ગુજરાતની હરિયાળા અને આદ્યુનિક ગુજરાતની દ્રષ્‍ટિ માટે પણ છે.
આ દ્રષ્‍ટિ મુજબનું ગુજરાત સાચોસાચ સ્‍વર્ણિમ ગુજરાત બનશે અને તે કેવળ સરકારનાં પગલાંથી સિદ્ધ નહિ થાય પણ દરેક ગુજરાતીના સમાન સહયોગથી થશે.

ગુજરાતની દરેક વ્‍યકિત આ ’’સ્‍વર્ણિમ ગુજરાત’’ ની દ્રષ્‍ટિમાં સહભાગી બની શકે. તે પોતાને ગમે તે કોઇ પણ રીતે ફાળો આપીને તેમ કરી શકે. તેણે સમર્પણ સાથે નિર્ણયપૂર્વકનો સંકલ્‍પ કરવાનો રહેશે. આ સંકલ્‍પ ગમે તેટલો નાનો હોવા છતાં, આપણા માનનીય મંત્રીએ તેને સચોટ રીતે સંકલ્‍પ પપ૦ લાખ ગુજરાતીઓનો સંકલ્‍પ ગેમે તેટલો નાનો હોવા છતાં, આ સંકલ્‍પોનું સામૂહિક બળ ગુજરાતને અભૂતપૂર્વ અને અદ્વિતીય વિકાસના પંથે જવાની પ્રેરણા આપશે. શ્રી નરેન્દ્ર મોદી

ઊજવણીમાં જોડાવાનો, ગુજરાતની પ્રગતિમાં સહભાગી બનવાનો અને તેને સામા અર્થમાં ’’સ્‍વર્ણિમ ગુજરાત’’ બનાવવાનો સમય હવે પાકી ગયો છે.
આવો અને આ ઝુંબેશમાં જોડાઓ પ્રતિજ્ઞા લો દરેક પ્રતિતા દરેકનો ફાળો ગણાય છે. તે આપણે સ્‍વપ્‍ન સેવીએ છીએ તેવા સ્‍વર્ણીમ ગુજરાતની દ્રષ્‍ટિ માટે છે.

"આવો સ્‍વર્ણિમ ગુજરાત માટે સંકલ્પ કરીએ"

Swarnim Gujarat

                            


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો